રાજકોટ / નેતાઓએ બજેટમાં ત્રણવાર 'મલ્ટિ સ્ટોરી' પાર્કિંગની વાતો કરી, મ્યુનિ. કમિશનરે કહ્યું, પાર્કિંગ માટે જગ્યા નથી તે સાચું : સીપી કહે છે પટ્ટા બહાર વાહન હશે તો દંડ કરવો પડે

  |   Rajkotnews

'દિવ્ય ભાસ્કર'ના પાર્કિંગ અંગેના અહેવાલ બાદ ટોચના અધિકારીઓ પણ વિચારે ચડ્યા છે કે આ મુદ્દે સચોટ ઉકેલ લાવવો જરૂરી

રાજકોટ: રાજકોટના 48 રાજમાર્ગો પર ટુ-વ્હિલર અને કાર માટે પાર્કિંગની જગ્યા જ ઉપલબ્ધ નથી તે અંગે દિવ્ય ભાસ્કરે મહાનગરપાલિકાના જ સત્તાવાર આંકડા સાથેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર બંને આડકતરી રીતે સ્વીકાર્યું હતું કે, શહેરમાં પાર્કિંગ માટે પૂરતી જગ્યા નથી પરંતુ આ બાબતે વાદ વિવાદનો ઉકેલ લાવવો જરૂરી છે.

રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. પાર્કિંગ તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. શહેરમાં ત્રણ સ્થળે મલ્ટિ સ્ટોરી પાર્કિંગ બનાવવા માટે મહાનગરપાલિકાના પદાધિકારીઓએ છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ વખત જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી મલ્ટિ સ્ટોરી પાર્કિંગનો પાયો નખાવવાની વાત તો દૂર પણ કોઇ ટેન્ડર ભરવા માટે પણ આગળ આવતું નથી. રાજકોટમાં સર્વેશ્વર ચોક, એ.ડિવિઝન પોલીસ સ્ટેશનની જૂની જગ્યા અને જ્યુબિલી શાકમાર્કેટમાં મલ્ટિ સ્ટોરી પાર્કિંગ બનાવવા મનપાના પદાધિકારીઓએ 2014થી 2019 સુધીના બજેટમાં ત્રણ વખત જાહેરાત કરી હતી. જો કે આ મુદ્દે કોઇ નિવેડો આવ્યો નથી....

ફોટો - http://v.duta.us/jCzFdQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/zOVB0wAA

📲 Get Rajkot News on Whatsapp 💬