રાજનગર ચોકમાં આતંક મચાવનાર બેલડીને લીમડાનો સ્વાદ ચખાડ્યો

  |   Rajkotnews

શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પર રાજનગર ચોકમાં મંગળવારે રાતે છરી ધોકા સાથે ધમાલ મચાવી નિર્દોષ યુવાનને છરીનો ઘા ઝીંકી નાસી ગયેલા આજ વિસ્તારના નેહરુનગર-1માં રહેતા કેબલ સંચાલક નવદીપસિંહ દિલીપસિંહ જાડેજા અને ઘંટેશ્વર આસ્થા ટાઉનશિપમાં રહેતા આઇટીઆઇના વિદ્યાર્થી હરકિશનસિંહ પ્રદીપસિંહ જાડેજાને પોલીસે સીસીટીવી કેમેરાના આધારે ઝડપી લઇ ધરપકડ કરી છે. લોકોમાં ભયનો માહોલ ફેલાવનાર બેલડીને કમિશનર કચેરીના લીમડાનો કડવો સ્વાદ ચખાડ્યો છે.

સૂર્યમુખી હનુમાન મંદિરની સામે લક્ષ્મણધામ સોસાયટી-2માં રહેતા વેપારી ગોપાલભાઇ રામજીભાઇ કાપડિયા તેમના મિત્રો સાથે ગત રાતે રાજનગર ચોક પાસે ઊભા હતા. ત્યારે આરોપી નવદીપસિંહ, હરકિશનસિંહ છરી સાથે ધસી આવી ધમાલ મચાવતા હતા. દુકાનોમાં તોડફોડ કર્યા બાદ ગોપાલભાઇ અને મિત્રો જ્યાં બેઠા હતા ત્યાં ધસી આવી ગાળો ભાંડવા લાગ્યો હતો. જેથી ગાળો દેવાની ના પાડતા નવદીપસિંહે તેની પાસે રહેલી છરી કાઢી ગોપાલભાઇને કમરની નીચે છરીનો ઘા ઝીંકી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા....

ફોટો - http://v.duta.us/FsfpcgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/hMuhLQAA

📲 Get Rajkot News on Whatsapp 💬