રાજ્યમાં ખનીજ માફિયાઓ બેફામ, અનેક રજૂઆત છતાં તંત્રે કર્યા 'આંખ આડા કાન'

  |   Gujaratnews

રાજ્યમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. તેમને તંત્રનો ડર ન રહેતા રેતીની ખનીજ ચોરી બેફામ રીતે કરી રહ્યા છે. ત્યારે હવે એવા કેટલાક મામલા સામે આવ્યા છે. રાજકોટના ઉપલેટામાં રેતીની ખનીજ ચોરી બેફામ રીતે થઇ રહી છે. ખનીજ માફિયાઓ અહીંથી પસાર થતી ભાદર નદીને બેરહેમીથી લૂંટી રહ્યા છે અને સરકારી તંત્ર ચૂપ-ચાપ રીતે આ દેશની સંપત્તિને લુંટાતી જોઈ રહ્યા છે. જે લોકો આનો વિરોધ કરી રહ્યા છે તેને સામ દામ દંડ અને ભેદની રીત અપનાવીને ચૂપ કરી દેવામાં આવે છે.

આ વિસ્તારના ભાદર કાંઠાના ગામો સાથે આ ખનીજ માફિયાઓને અવારનવાર સંઘર્ષ થતો રહે છે. એક હદની બહાર જઈને ખનીજ માફિયાઓએ ભાદર નદીમાં રેતીની લૂંટ મચાવી છે. આ ના હિસાબે અહીં નદીના કાંઠા ધોવાયને તૂટી ગયા છે અને આ વિસ્તારમાં નદી ઉપર બનેલા ચેક ડેમો પણ તૂટી ગયા છે. જયારે આ બાબતની ગ્રામજનો દ્વારા તમામ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનો દ્વારા લેખિતમાં ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી, ખનીજ વિભાગ, ગુજરાત પોલીસે વિભાગ જેવા તમામ સ્તરે રજૂઆત કરી ચુક્યા છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કે અસર જોવા મળતી નથી. આ વિસ્તારના લોકોની તમામ પ્રકારની લેખિત અને મૌખિક રજૂઆતો માત્ર કાગળ ઉપર જ રહે છે....

ફોટો - http://v.duta.us/CgSqlgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/uO9e5gEA

📲 Get gujaratnews on Whatsapp 💬