રાજ્યમાં મોટાભાગે નદીઓની અતિભયંકર દુર્દશા, જીવાદોરી ગણાતી નદીઓ જ હવે બની જીવલેણ

  |   Gujaratnews

સરકાર દ્વારા ગુજરાતની મોટાભાગની નદીઓ પ્રદુષિત હોવાનુ ઓન રેકોર્ડ માનવામાં આવ્યું છે. જેમા દક્ષિણ ગુજરાતની કિમ, તાપી, મીંઢોળા, દમણ ગંગા નદી, સુરેન્દ્રનગર જિલ્લાની ભોગાવો નદી અને અમદાવાદની સાબરમતી નદી સામેલ છે. આ પ્રદૂષિત નદીઓમાં હાલ મોટાભાગે ગંદકી, કચરાના ઢગલાઓ, શહેરનું ગંદુ પાણી જોવા મળે છે. જેની વાસ પણ એટલી જ ભયંકર હોય છે. ઉપરાંત કેટલીક પ્રદૂષિત નદીઓમાં તો લોકો શૌચ પણ કરે છે.

અમદાવાદની સાબરમતી નદીની વાત કરીએ તો હાલ પણ નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. ઉપરાંત ખુલ્લે આમ અને બેરોકટોક ગંદકી ઠલવાય છે. કેમિકેલ વાળું અને ગટરનું પાણી પણ નદીમાં છોડવામાં આવે છે. જેના કારણે બ્રિજ પાસેથી પસાર થતા લોકો પણ દુર્ગંધથી પરેશાન થતા હોય છે. જોકે સરકાર દ્વારા નદી સાફ કરવાની વારંવાર માત્ર વાતો જ કરવામાં આવે છે....

ફોટો - http://v.duta.us/QernDgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/WJIbzQAA

📲 Get gujaratnews on Whatsapp 💬