રિઝર્વેશન દૂર કરવાનું કામ કોલસાની દલાલીમાં હાથ કાળા કરવા જેવું : Cm

  |   Suratnews

સુરતની વર્ષ 1986થી અટકી પડેલી 865 હેક્ટરની 15,000 કરોડનું વેલ્યુએશનવાળી જમીનના રિઝર્વેશન દૂર કરવાનો નિર્ણય સુરતને આટલી મોટી ખુશી આપશે એની મને ખબર ન હતી તેવું મુખ્યમંત્રી રૂપાણીએ ક્રેડાઈ સુરત દ્વારા પાલ ખાતે સુરતી મોઢવણિક વાડીમાં યોજાયેલા સન્માન સમારોહમાં જણાવ્યું હતું. વધુમાંં જણાવ્યું કે, રિઝર્વેશન દૂર કરવાનું કામ કોલસાની દલાલીમાં હાથ કાળા કરવા જેવું છે. પ્રમાણિકતાથી સરકારે લોક હિત માટે નિર્ણય કર્યો છે તેમ છતાં વિચારવા વાળા અવળું તો વિચારે જ છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, મારી આદત છે એક, બે અને ત્રણ કરી એક ઝાટકે નિર્ણય લઈ લેવાનો હોઈ, હું આ નિર્ણય એટલે લઈ શક્યો કારણ કે મારી સુરતમાં કોઈ જમીન નથી અને કોઈ બિલ્ડર મારો ભાગીદાર નથી. તેથી હિંમતથી નિર્ણય લઈ શક્યો છું.અધિકારીઓને વારંવાર ટકોર કરતો કે સુરતનો ડીપી ક્યાં સુધી પેન્ડીંગ રાખવાનો છે. શહેર વિકાસના રસ્તાઓ ક્યાંથી નીકળશે, કઈ રીતે નીકળશે તેની રિઝર્વેશનના મુદ્દાને લીધે લટકી પડ્યું હતું. દેવદિવાળીની રજાના દિવસે સુરતના મેયર ડો.જગદીશ પટેલ, કમિશનર બી.એન.પાની સહિતના અધિકારીઓને ગાંધીનગર બોલાવી મિટીંગ યોજી હતી. જેમાં એક જાટકે નિર્ણય લેવાયો કે તમામ જમીનોનો ડીપીમાં સમાવેશ કરી લઈ 50 ટકા લઈ લેવી અને 50 ટકા આપી દેવી....

ફોટો - http://v.duta.us/84SP2AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/-r2KfgAA

📲 Get Surat News on Whatsapp 💬