રાપરના જેસડાના યુવકે રણુજ પાસે ટ્રેન નીચે પડતું મૂકતાં મોત

  |   Porbandarnews

પાટણ તાલુકાના રણુંજ પાસે રેલવે ટ્રેક પર પસાર થતી પાટણ થી મહેસાણા પેસેન્જર ટ્રેનમાં પડતું મૂકતા રાપર તાલુકાના જેસડા ગામના યુવક કપાઇ જતા તેનું મોત થયું હતું. માનસિક બીમારીના કારણે કંટાળી જઇ યુવકે આ પગલું ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું છે.

રાપર તાલુકાના જેસડા ગામ ના ખેંગારભાઈ પરાગભાઈ હરીજન( વર્ષ ૨૫) ને માનસિક બીમારીની પાટણ ખાતે દવા ચાલતી હોવાથી તેઓ દવા લેવા માટે તેમના પરિવાર સાથે પાટણ ખાતે આવેલા હતા ત્યારે યુવક પરિવારથી વિખુટો પડી રેલ્વે ટ્રેક પર ચડી ગયો હતો અને બુધવારે 12:40 કલાકે પેસેન્જર ટ્રેન પાટણથી મહેસાણા જતી હતી ત્યારેપાટણથી રણુજ વચ્ચે રેલ્વે ટ્રેક પર યુવકે ટ્રેનમાં પડતું મૂકતા યુવક ટ્રેનમાં કપાઈ જતાં કમકમાટીભર્યુ મોત થયુ હતુ. આ અંગે રણુજ રેલવે સ્ટેશનના સ્ટેશન અધિક્ષક ઋષિકેશ મીણાએ પાટણ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.બીજી બાજુ પરિવારજનો પણ ખેંગારની શોધખોળ કર્યા પછી શહેર બી ડિવિઝન પોલીસ મથકે યુવક ગુમ થયા અંગેની જાણ કરવા ગયા ત્યારે આ ઘટનાની જાણ થતા તેમણે પાટણ તાલુકા પોલીસનો સંપર્ક કરતાં યુવકની ઓળખ થઈ હતી. મૃતક યુવકને લાંબા સમયથી માનસિક બીમારી હોવાથી કંટાળી પગલું ભર્યુ હોવાનું જણાય છે તેવું પાટણ તાલુકા પી.આઈ ડી.વિ ડોડીયાએ જણાવ્યું હતું.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/32Tc1QAA

📲 Get Porbandar News on Whatsapp 💬