રવિવારે કચ્છમાં બિન સચિવાલય કલાર્ક અને ઓફીસ આસી. વર્ગ-૩ની પરીક્ષા યોજાશે

  |   Kutchhnews

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્ક અને સચિવાલય ઓફીસ આસીસ્ટન્ટ વર્ગ-૩ ની પરીક્ષા આગામી તા.17/11ના યોજાશે. આ પરીક્ષાઓ દરમ્યાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા માટે પ્રતિબંધાત્મક હુકમો જારી કર્યા છે.

પરીક્ષા સમય દરમ્યાન જાહેર વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા પરીક્ષા દરમ્યાન ચોરી ના થાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડીંગોના ૧૦૦ મીટર ત્રિજયાના વિસ્તારમાં તા.17/11 ના સવારે 8 થી બપોરે ર વાગ્યા સુધી અમલમાં રહેશે.

૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇપણ વ્યકિતએ વાયરલેસ ડીવાઇસીસ જેવા કે બ્લુ ટુથ, પેન કેમેરા, મોબાઇલ કે ઈન્ટરનેટ સાથે કનેકટેડ ઉપકરણો કે અન્ય કોઇપણ ઈલેકટ્રોનિકસ સાધનો લઇ જવા નહીં....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/HwIY0gAA

📲 Get Kutchh News on Whatsapp 💬