વિજળી ત્રાટકતાં ખેડૂતનું કમકમાટી ભર્યુ મોત, મૃતદેહ એવો બળ્યો કે સ્થળ પર જ Pm કરવામાં આવ્યું

  |   Gujaratnews

સરહદી વાવ તાલુકામાં ગત ગુરવારના રાત્રીએ ગાજવીજ કરા સાથે વિજળીના કડાકા સાથે વરસાદી માવઠુ શરૂ થતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો. ભાખરી ગામની સીમમાં સૂતેલા ખેડૂત પર એકાએક વિજળી પડતાં ખેડુતનો મૃતદેહ બળીને ખાખ થતાં કમકમાટી ભર્યુ મોત થતાં જવાબદાર તંત્ર ઘટના સ્થળે દોડી આવી તબીબોની મદદથી સ્થળ પર પીએમ કરાયુ હતુ.બનાવના પગલે ગામમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. વરસાદી માવઠાએ પાક સહિત ખેડુતને ભરખી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર વાવ અને સૂઈગામ તાલુકામાં ગત ગુરૂવારે ભારે પવન તેમજ ગાજવીજ કરા સાથે વરસાદી માવઠુ શરૂ થયુ હતુ. આકાશમાં વિજળીના કડાકા થતાં વાતાવરણ તંગ બનતાં સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો હતો. જોકે ભાખરી ગામે ખેતરમાં સૂતેલા માંનજીભાઈ ગંગારમાભાઈ જોશી નામના ખેડૂત પર અણધારી વિજળી પડતાં ખેડૂતનો મૃતદેહ બળીને ખાખ થતાં કમકમાટી ભર્યુ મોત થતાં સવારે પરિવારજનોને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવના પગલે ગામલોકોના ટોળેટોળા સહિત પોલીસ મામલતદાર સહિત તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યુ હતુ. ખેડૂતનો મૃતદેહ એટલી હદે બળીને ખાખ થઈ જતાં ઘટના સ્થળે તબીબોને બોલાવી પીએમ કરવાની ફરજ પડી હતી....

ફોટો - http://v.duta.us/qicZ4wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/yt4qswAA

📲 Get gujaratnews on Whatsapp 💬