વડોદરા / ગંદકી અને જંગલીવેલથી ઉભરાતા તળાવના કિનારે જનતા મેમોનું બોર્ડ લગાવ્યું

  |   Suratnews

ગંદકી અને જંગલીવેલથી ઉભરાતા તળાવના કિનારે જનતા મેમોનું બોર્ડ લગાવ્યું

તળાવના કારણે 400 મકાનોવાળી રાજસ્થંભ સોસાયટીના રહીશો પરેશાન

વડોદરાઃ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકેલા નવા ટ્રાફિકના નવા નિયમો સામે શહેર કોંગ્રેસ દ્વારા જનતા મેમો અભિયાન શરૂ કર્યું છે. એક બાદ એક વિસ્તારોમાં કોંગ્રેસ ફરીને પ્રજાને મળવા પાત્ર પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ તંત્રની પોલ ખોલી રહ્યું છે. આજે કાશિવિશ્વનાથ મંદિર પાસે પહોંચીને ગંદકીથી ઉભરાતા તળાવની સફાઇ કરવામાં નિષ્ફળ તંત્રની પોલ ખોલી હતી.

કોર્પોરેશનને જનતા મેમો આપવામાં આવ્યો

શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કમરતોડ દંડની વસુલાત કરતા નવા ટ્રાફિક નિયમો લાગુ કર્યા છે. નવા ટ્રાફિકના નિયમોના નામે વડોદરાના લોકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. પરંતુ, સરકાર દ્વારા પ્રજાને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી. વડોદરામાં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. ગંદકી માઝા મુકી રહી છે. સ્ટ્રીટ લાઇટો ચાલતી નથી. પુરતા પ્રેશરથી પાણી આપવામાં આવતું નથી. ત્યારે પ્રજા દ્વારા પણ તંત્રને કેમ મેમો આપવો ન જોઇએ. કોંગ્રેસ પ્રજાને પડી રહેલી મુશ્કેલીઓ અંગે જનતા મેમો આપવાનું અભિયાન શરૂ કર્યું છે. આજે રાજસ્થંભ સોસાયટી પાસેના તળાવ અંગે કોર્પોરેશનને જનતા મેમો આપવામાં આવ્યો છે....

ફોટો - http://v.duta.us/HCpM3gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/HJNqggAA

📲 Get Surat News on Whatsapp 💬