વડોદરા / ભાયલીની બાળ પંચાયતનો ઠરાવ : સ્વચ્છતા માટે માત્ર વાતોથી કામ નહિ થાય,ચાલો સફાઇ શરૂ કરીયે

  |   Vadodaranews

તળાવ વિસ્તારમાં ગંદકી દૂર કરી બાળ દિનની અનોખી રીતે ઉજવણી કરાઇ

વડોદરા: ભાયલી ગામમાં આવેલા વણકરવાસ સામેના તળાવમાં પારાવાર ગંદકી દેખાતા બાળકોએ કોઇની રાહ જોયા વગર સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું. બાળ દિને બાળકો દ્વારા પંચાયતનું આયોજન કરાયું હતું.જેમાં બાળ સરપંચે સ્વચ્છતા માટે માત્ર વાતોથી નહિ કામ થાય,ચાલો સફાઇ શરૂ કરીયે તેવો ઠરાય કર્યો હતો.ભાયલીના તળાવમાં એક વર્ષ પહેલા પર્યાવરણવિદ હિતાર્થ પંડ્યા બાળકોને લઇને પહોંચ્યા હતા.બાળકો સ્થાનિક વિસ્તારમાં માઇગ્રેટરી પક્ષી, સ્થાનિક પક્ષી અને રહેવાસીઓ સાથેના સહજ સંબંધને કારણે પ્રભાવિત થયા હતા.

એક વર્ષ બાદ બાળકોને તળાવ વિસ્તારમાં લઇ જતા આંચકો અનુભવાય તેવી સ્થિતી દેખાઇ હતી.કચરાના ઢગલા વચ્ચે પક્ષીઓની હાજરીમાં નોંધનીય ઘટાડો જોવા મળ્યો હતો. બાળકો સાથે અન્ય પર્યાવરણપ્રેમીએઓ સાફ-સફાઇ શરૂ કરી હતી.પહેલા બે દિવસ સુધી આપસાપના લોકો નજારો જોયા કરતા હતા.પરંતુ ત્રીજા દિવસે કચરો નાંખવાનું બંધ કરી દીધુ અને ચોથા દિવસે અમારી સાથે સ્વચ્છતામાં જોડાયા હતા.બાળકોને કારણે પ્રથમ દિવસે કોઇએ ધ્યાન ન આપ્યું હતું,પરંતુ સમય જતાં તેમણે સાથ આપ્યો હતો. બાળદિને ભાયલી ખાતે બાળ પંચાયતનું આયોજન કરી ઠરાવ કરાયો હતો કે સ્વચ્છતા માટે માત્ર વાતોથી નહિ કામ થાય,ચાલો સફાઇ શરૂ કરીયે.

ફોટો - http://v.duta.us/9CeSKQEA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/yUUqDAAA

📲 Get Vadodara News on Whatsapp 💬