વડોદરા / સ્ટેચ્યુ ઓફ યુનિટીથી જોડાનાર રેલમાર્ગનું આગામી સરદાર જ્યંતીએ લોકાર્પણ કરાશે

  |   Vadodaranews

20 કરોડના ખર્ચે સ્ટેચ્યુથી 4 કિ.મી. દૂર ગ્રીન સ્ટેશન બિલ્ડિંગ બનશે, સંપાદનની પ્રક્રિયા શરૂ

વડોદરા: સ્ટેચ્યુ ઓફ યુનિટીને રેલવે માર્ગથી જોડવાની કામગીરીનું આગામી સરદાર જયંતીએ લોકાર્પણ કરવા રેલવે મંત્રાલય દ્વારા કવાયત હાથ ધરાઇ છે. રૂા. 20 કરોડના ખર્ચે સ્ટેચ્યુથી 4 કિ.મી. દૂર કેવડીયામાં રેલવે સ્ટેશન બનશે. ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનનાર આ બિલ્ડિંગમાં સોલાર એનર્જી , દિવ્યાંગો માટે વિશેષ ટોયલેટ , બે પ્લેટફોર્મ, વોટર હાર્વેસ્ટીંગની સુવિધા હશે સાથે સરદાર વલ્લભભાઇ પટેલનું આઇકોનિક સિમ્બૉલ બિલ્ડિંગના ફ્રન્ટ સાઇડ પર દેખાય તેવુ આયોજન હાથ ધરાયું છે. રૂા. 663 કરોડના ડભોઇ -ચાણોદ-કેવડિયા લાઇનનો સમગ્ર પ્રોજેક્ટ ઝડપથી પૂરો થાય તે માટે કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી સુરેશ અંગડી દ્વારા ગુરવારે ડભોઇ -ચાણોદની મુલાકાત લઇ કામગીરી ઝડપી બનાવવા ટકોર કરાઇ હતી....

ફોટો - http://v.duta.us/0ZQGhQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/FLl9cwAA

📲 Get Vadodara News on Whatsapp 💬