વડોદરા / હથેળીમાં લખ્યું : મોત માટે પતિ કે પરિવારજનો જવાબદાર નથી

  |   Vadodaranews

મકરપુરામાં શિક્ષકની પત્નીએ છોકરાઓને પતિ સાથે બહાર ફરવા મોકલી ફાંસો ખાઇ લીધો

વડોદરા: મકરપુરાની પરિણિતાએ રસોડામાં જમવાનું બનાવતા અગાઉ જ રાત્રે અગમ્યકારણોસર જીવાદોરી ટૂંકાવી લીધી હતી. મકરપુરાની ચિત્રકૂટ સોસાયટીમાં રયજીભાઇ રાઠવા રહે છે. તેઓ છોટાઉદેપુરની સરકારી શાળામાં શિક્ષક તરીકેની નોકરી કરે છે. તેમના પત્ની મધુબેન (ઉવ.37)એ સાંજે સાત વાગ્યાના સુમારે પોતાના પતિ રયજીભાઇને છોકરાઓને ફરવા લઇ જાઓ એમ કહેતા તેઓ પોતાના બંને દીકરાઓને ફરવા લઇ ગયા હતા.

કેટલાક સમય બાદ આઠ વાગ્યાના સુમારે તેઓ જ્યારે ઘરે પરત આવ્યા ત્યારે રસોડામાં તેમણે પંખા સાથે ઓઢણીથી ગાળિયો બનાવીને ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતા. મકરપુરા પોલીસે જણાવ્યું કે, ' મધુબેનને પોતાના ડાબા હાથ પર તેમણે પોતાના મૃત્યુ માટે કોઇ જવાબદાર નથી એવું લખાણ પણ લખ્યું હતું. ' તેમના મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી અપાયો હતો. મધુબેને રસોડામાં આપઘાત કર્યો એ પૂર્વે રસોઇની પણ તૈયારીઓ કરી હતી. આ ઉપરાંત તેમણે પોતાના ડાબા હાથ પર લખેલા અંતિમ લખાણમાં લખ્યું હતું કે, ' મારા મોત માટે મારા પતિ કે પરિવારજનો જવાબદાર નથી, હું મારી મરજીથી આપઘાત કરું છું.'

ફોટો - http://v.duta.us/YDpwxAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/WYoM6gAA

📲 Get Vadodara News on Whatsapp 💬