વડાળા ગામે કિશોરીઓના આરોગ્યની તપાસ કરાઇ, કિશોરી મેળાનું આયોજન

  |   Porbandarnews

પોરબંદર | વડાળા ગામ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત તાલુકાકક્ષાના કિશોરી મેળામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં આરોગ્ય ટીમ દ્રારા કિશોરીઓના સ્થળ પર હિમોગ્લોબીન કાઉન્ટ રીપોર્ટ કરવામાં આવ્યા હતા તેમજ હાઇજીન અને આરોગ્ય વિષે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જીલ્લા મહિલા શકિત કેન્દ્રના મહિલા કલ્યાણ અધિકારી દ્રારા વિવિધ મહિલાલક્ષી સરકારી યોજનાઓ વિષે તેમજ વહાલી દીકરી યોજના વિષે માહિતી આપવામાં આવી હતી. આ તકે ગામના સરપંચ અને આંગણવાડી વર્કર અને પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ મહિલા અને બાળ અધિકારી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/uhi7VQAA

📲 Get Porbandar News on Whatsapp 💬