વન વિભાગ ખાતાના પેંધા અધિકારીઓએ વનરાજને પણ ના બક્ષ્યા, ટાર્ગેટ પૂરો કરવા કર્યો ખિલવાડ

  |   Gujaratnews

વનવિભાગ દ્વારા થોડા સમય પહેલા 75 જેટલા સિંહોને રેડિયો કોલર પહેરાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ આ રેડિયો કોલરની કામગીરી સામે મોટો ઘટસ્ફોટ થયો છે. આ ઘટસ્ફોટથી વન વિભાગની પોલ ખુલ્લી પડી ગઈ છે.

વનવિભાગના એક બાદ એક કારસ્તાનો સામે આવતા હોય છે, જેમાં જંગલના રાજા એવા સિંહોની જિંદગી સાથે પણ ખિલવાડ કરવામાં આવતો હોય છે. સરકાર દ્વારા સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે કરોડો રૂપિયાનો ખર્ચ ઉધારવામાં આવે છે. જેમાં થોડા સમય પહેલા સાત લાખ રૂપિયાનું એક એવા 75 રેડિયો કોલર વિદેશથી મંગાવી સિંહોના આખા ગ્રુપમાંથી એક તંદુરસ્ત અને યુવાન સિંહને રેડીયો કોલર પહેરવાની નક્કી કરવામાં આવ્યું, જેથી સિંહોના ગ્રુપ પર દેખરેખ રહે અને તેની સમગ્ર હિલચાલથી વનવિભાગ માહિતગાર રહે પરંતુ એક ગ્રુપના એક સિંહને રેડિયો કોલર પહેરવાને બદલે અવૈજ્ઞાનિક રીતે અથવા ટાર્ગેટ પૂરો કરવા માટે વનવિભાગ દ્વારા અમરેલીના લીલીયાના અંટાળીયા વિસ્તારમાં વસવાટ કરતા 8 બચ્ચા અને ત્રણ સિંહણો મળીને 11ના ગ્રુપમાંથી ત્રણે-ત્રણ સિંહણોને રેડીયો કોલર પહેરાવી દેવામાં આવ્યું છે. તથા તેની આસપાસ ક્યારેક સાથે અને ક્યારેક અલગ રહેતા ગ્રુપના સિંહોને પણ રેડિયો કોલર પહેરાવી દીધું છે. આ સમગ્ર મામલે સામે આવેલા વીડિયોએ વન વિભાગની પોલ ખોલી નાખી છે....

ફોટો - http://v.duta.us/iJ9x_gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/pccwCgAA

📲 Get gujaratnews on Whatsapp 💬