શેખપીર પાસે ચેકીંગ સમયે રડી ખડી બસો જ અાવતા અાશ્ચર્ય

  |   Kutchhnews

અંજાર-ગાંધીધામ વચ્ચે તંત્રની મીઠી નજર તળે નિયમો નેવે મુકીને ખાનગી બસો બેફામ દોડે છે. તેવામાં થોડા દિવસો પહેલા અંજાર પાસે અેક બસ પલ્ટી ખાઇ જતાં તંત્રને હવે પોતાની ફરજનું ભાન થયું છે. અાવી બસો પર કાર્યવાશી શરૂ થતાં બસના ચાલકો પણ અવનવા રસ્તા અપનાવી રહ્યાં છે. શેખપીર પાસે ગુરૂવારે પોલીસે ચેકીંગ શરૂ કરતાં બસોને કુકમાથી ડાયવર્ટ ભુજ લઇ જવાઇ હતી.

ગુરૂવારે શેખપીર પાસે પોલીસ દ્વારા વાહત ચેકિંગ ચાલુ કરાયું હતું. અાડેધડ પ્રવાસીઅો ભરતી અેકાદ-બે બસોને દંડ પણ ફટકારાયો હતો. જેના પગલે અા રૂટ પર ચાલતી બસોના ચાલકોને રૂટ બદલવાની નોબત અાવી હતી. વળી અા બસના ચાલકો અને ક્લીનરો અાપસમાં તાલમેલ સારો છે. જેના પગલે મોબાઇલના માધ્યમથી પોલીસની કામગીરીની અન્ય બસ સુધી પણ પહોંચાડી દેવાઇ હતી. શેખપીર પાસે બપોરે અેકાઅેક બસો અાવવાની બંધ થઇ જતાં પોલીસ પણ દંગ રહી ગઇ હતી....

ફોટો - http://v.duta.us/sR5GuQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/4XtvGwAA

📲 Get Kutchh News on Whatsapp 💬