શ્રીનાથધામ હવેલીમાં આજે દિવ્ય છપ્પન ભોગ યોજાશે

  |   Rajkotnews

શ્રીનાથધામ હવેલી નાનામવા મેઈન રોડ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, રાજકોટ ખાતે તા.14 નવેમ્બર ગુરુવારના રોજ સાંજે 5 કલાકે ભક્તિ સંગીત સંધ્યાનું આયોજન કરાયું છે. જેમાં નિધિ ધોળકિયા અને તેમના સંગીત વૃંદ દ્વારા ભક્તિ સંગીત પ્રસ્તુત કરવામાં આવશે તથા જેની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય તેવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના જન્મદિને તેમના વચનામૃતનો લહાવો પણ ભાવિકો માણી શકશે. આ સાથેસાથે ઠોકરજીના સુખાર્થે શ્રીનાથધામ હવેલીમાં સાંજે 7 વાગ્યે દિવ્ય છપ્પન ભોગ (બેડો ભોગ)ના દર્શનનો લાભ દરેક ભાવિકો લઈ શકશે. સાંજે 7:30 કલાકે વૈષ્ણવજનો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત હેમુ ગઢવી હોલમાં બપોરે 2.30થી 4 કલાક દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં વૈષ્ણવાચાર્યનો અભિવાદન સમારોહ અને વચનામૃતનો લાભ પણ ભાવિકોને મળશે. વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિની સુવાસ જીવંત રાખવા ઉપરાંત સનાતન વૈદિક ધર્મની સાચી સમજ આજની આધુનિક યુવા પેઢી સુધી પહોંચાડવા કાર્યરત, યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત એવા વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયના 34મા મંગલ જન્મદિવસે રાજકોટમાં અનેકવિધ અલૌકિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય મનોરથમાં સર્વ ભાવિકજનોને ઉપસ્થિત રહેવા શ્રીનાથધામ હવેલી રાજકોટ, વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન પરિવાર રાજકોટ, કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ દ્વારા ધર્મપ્રિય જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.આ દિવ્ય અને આ પાવન ઉજવણીના મનોરથીઓ મથુરાદાસ જમનાદાસ દત્તાણી, અતુલભાઈ કાંતિભાઈ મારડિયા પરિવાર અને રાયચૂરા પરિવાર છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/JIDF_AAA

📲 Get Rajkot News on Whatsapp 💬