શિવસેનાએ કટ્ટર હિન્દુવાદી પાર્ટીની છબી બદલવી પડશે

  |   Kutchhnews

મહારાષ્ટ્રમાં મોરચા સરકાર બનાવવા માટે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ગુરુવારે વાતચીત થઈ હતી. કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના નેતાઓએ શિવસેનાના નેતૃત્વમાં સરકાર રચવા માટે કોમન મિનિમમ પ્રોગ્રામનો મુસદો ઘડવા માટે બેઠક કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અને એનસીપીએ શિવસેના સમક્ષ કટ્ટર હિન્દુવાદી પક્ષ તરીકેની છબીમાંથી બહાર આવવાની શરત મૂકી છે. કોંગ્રેસને શિવસેનાને ટેકો આપવા સામે આ સૌથી મોટો વાંધો છે. બેઠકમાં એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલ, એનસીપીના નેતા છગન ભૂજબળ અને પક્ષના ...અનુ. જેકેટ 4

પ્રવક્તા નવાબ મલિક, કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવાણ અને માણીકરાવ ઠાકરે અને શિવસેનાના નેતા એકનાથ શિંદે તથા સુભાષ દેસાઈએ ભાગ લીધો હતો. બીજીબાજુ એનસીપીના પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચે 17 નવેમ્બરે દિલ્હીમાં આ મુદ્દે ચર્ચા થશે. કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવાણે ગુરુવારે કહ્યું કે ત્રણે પક્ષ વચ્ચે વાતચીતનો દોર હજુ પ્રારંભિક તબક્કામાં છે અને હજુ કોઈ નિર્ણય લેવાયો નથી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/l4VMuAAA

📲 Get Kutchh News on Whatsapp 💬