શહેરની 14 લાખની વસ્તીને ડાયાબિટીસ અથવા પ્રિ-ડાયાબિટીસ

  |   Suratnews

'સુરતમાં ડાયાબિટીસનું પ્રમાણ 12 ટકા છે. શહેરની જો 60 લાખની વસ્તી ગણીએ તો 7.2 લાખ જેટલા ડાયાબિટીસના દર્દી છે. એવંુ એક સર્વે દ્વારા સાબિત થયું છે અને તેટલી જ સંખ્યાના પ્રી-ડાયાબિટિક દર્દી અને ડાયાબિટીસનું ખૂબ જ રિસ્ક હોય તેવા દર્દી છે. 60 લાખની વસ્તીમાંથી 14 લાખની વસ્તી એવી છે જે ડાયાબિટીસ અથવા પ્રિ-ડાયાબિટીસથી પીડાય છે.' ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તથા અન્ય 15 જેટલા મેડિકલ એસોસિએશન દ્વારા વોકાથોન તેમજ ડાયાબિટીસ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આ વાત ડો.પિયુષ દેસાઈએ કરી હતી.એમણે વધુમાં જણાવ્યું હતું કે, 14 નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ ડે ઉજવવમાં આવે છે. આ વખતે ડાયાબિટીસની થીમ પ્રોટેકટ યોર ફેમિલી છે. કારણ કે પરિવારમાં જે નાના બાળકો અથવા ભાઈ બહેન છે તેમને પણ ડાયાબિટીસ થવાની શકયતા વધારે રહે છે. તેથી તેમણે પહેલેથી કાળજી રાખવી જોઈએ. તેમજ જે વ્યક્તિને ઓબેસિટી હોય વજન વધારે રહેતંુ હોય તો ડાયેટ અને કસરત પાછળ વધારે ધ્યાન આપવંુ જોઈએ. જે આ વર્ષની થીમ છે. પરિવારમાં જે પ્રિ-ડાયેબિટિક હોય તેને દવાની જરૂર નથી હોતી પણ કસરત અને ડાયેટ દ્વારા ડાયાબિટીસથી બચાવી શકીએ છીએ. ડાયાબિટીસમાં ફરત સુગર જ નહીં પરંતુ સુગરની સાથે કિડની અને હાર્ટ ઉપર પણ ફોકસ કરવુ જોઈએ....

ફોટો - http://v.duta.us/RUqk6gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/B-B81QAA

📲 Get Surat News on Whatsapp 💬