સિટી રિપોર્ટર | અમદાવાદ: તાજેતરમાં સ્ટેટ ખેલ મહાકુંભ 2019ની ટેનિસ

  |   Ahmedabadnews

સિટી રિપોર્ટર | અમદાવાદ: તાજેતરમાં સ્ટેટ ખેલ મહાકુંભ 2019ની ટેનિસ સ્પર્ધા સચિવાલય જીમખાના, ગાંધીનગર ખાતે યોજાઈ હતી. આ ટેનિસ ચેમ્પિયનશિપમાં અમદાવાદ સિટી તરફથી અમન પટેલ અને ઉર્મી પંડ્યાની જોડી ઓપન એજ મિક્સ ડબલ્સમાં ઉતરી શાનદાર રમત દાખવતા ફાઈનલ સુધી પહોંચી અને ચેમ્પિયન પણ બની હતી.

અમન અને ઉર્મીની જોડીએ પ્રથમ રાઉન્ડમાં ગાંધીનગર સિટીને 6-1થી હરાવી હતી. જ્યારે બીજા રાઉન્ડ (ક્વાર્ટર ફાઈનલમાં) ટીમે રાજકોટ સિટીને 6-1થી માત આપી સેમિફાઈનલમાં એન્ટ્રી કરી હતી. સેમિફાઈનલમાં અમદાવાદ સિટી ટીમની આ જોડીએ અમદાવાદ ગ્રામ્યની જોડીને હરાવી 6-4થી જીત મેળવી હતી. ફાઈનલમાં અમન પટેલ અને ઉર્મી પંડ્યાની જોડીએ સુરત સિટીની જોડીને 6-3થી માત આપતા ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/4fll-gAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬