સાપકડા ગામમાં ચાર દિવસમાં પાક નુકસાનીનો સર્વે ન થાય તો આંદોલન

  |   Surendranagarnews

હળવદ, તા. 14 નવેમ્બર 2019, ગુરુવાર

હળવદ તાલુકાના સાપકડા ગામના ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે ધસી આવી પાક નુકસાનીનો યોગ્ય સર્વે કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને ચીમકી પણ ઉચ્ચારી છે કે ચાર દિવસમાં યોગ્ય સર્વે કરવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે આંદોલન શરૂ કરાશે.

કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો મહામૂલો પાક બળીને ખાખ થઇ ગયો છે ત્યારે ખેડૂતો પાક વિમો મળી રહે તેમજ રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાય મળે તે માટે માંગ કરી રહ્યા છે. ગઇકાલે હળવદ તાલુકાના સાપકડા ગામે પાક વીમાની નુકસાની અંગેનો સર્વે કરવા ટીમ આવી હતી પરંતુ આ સર્વે ખેડૂતોને મંજુર ન હોય જેથી યોગ્ય સર્વે કરવાની માંગ સાથે સર્વે કરવા આવેલી ટીમને ગ્રામ પંચાયત કચેરી ખાતે જ રોકી રાખી સર્વે કામગીરીનો બહિષ્કાર કર્યો હતો....

ફોટો - http://v.duta.us/FGQmZgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/o-DuzAAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬