સુરત: ઔધોગિક એકમો દ્વારા હવા અને પાણીમાં પ્રદૂષણ ફેલાતા 30 લોકોના મોત, કેન્સરનો ભરડો

  |   Gujaratnews

સુરત જિલ્લામાં સ્થિત પલસાણા વિસ્તારમાં ઔધોગિક એકમો દ્વારા ફેલાવામાં આવતા હવા અને પાણીના પ્રદૂષણની સીધી અસર આસપાસના ગામોમાં ઝેરી શ્વાસના રૂપમાં દેખાઈ રહી છે. પલસાણા તાલુકામાં આવેલા બલેશ્વરમાં જ છેલ્લા બે વર્ષમાં કેન્સરના કારણે 30ના મોત થયા છે. જ્યારે ગામમાં 100થી વધુ લોકો હાલ કેન્સરની દવા લઈ જીવન મોત વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે.

પલસાણા તાલુકામાં આવેલા બલેશ્વર ગામમાં સંદેશ ન્યૂઝની ટીમ પોહચી હતી. કારણ કે આ ગામમાં રહેતા લોકો ભગવાન ભરોસે મૂકી દેવામાં આવ્યા છે. આ ગામમાં છેલ્લા બે વર્ષમાં 30ના મોત કેન્સરના રોગના કારણે થયા છે, જ્યારે આજે પણ 100 જેટલા લોકો કેન્સરની દવા કરી રહ્યા છે. પલસાણાના ઔધોગિક એકમો દ્વારા રાત્રિના સમયે હવામાં ઝેરી ગેસ છોડી દેવામાં આવતો હોય છે. જ્યારે કેટલાક એકમો દ્વારા ગંદા પાણીને જમીનની અંદર અથવા બલેશ્વરની ખાડીમાં છોડી દેવામાં આવતું હોય છે. જેના લીધે વાતવરણમાં ઠંડક પ્રસરતાની સાથે જ દુર્ગંધ મારતી હવા સમગ્ર પલસાણા તાલુકામાં પ્રસરી જાય છે. જ્યારે શિયાળામાં તો પલસાણા તાલુકામાં આવેલા 32 ગામવાસીઓની હાલત સૌથી વધુ કફોડી બનતી હોય છે....

ફોટો - http://v.duta.us/qj4rHAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/_wP6FAAA

📲 Get gujaratnews on Whatsapp 💬