સુરત / કતારગામમાં ઘરમાંથી ડોલર અને દિરામ ભરેલી તિજોરી ઉઠાવી તસ્કરો ફરાર

  |   Suratnews

કબાટની અંદર રોકડા 50 હજાર અને દાગીના તિજોરીમાં હતાં

યુરો,યુએસ ડોલર,હોંગકોંગ ડોલર સહતિનું વિદેશી ચલણ હતું

સુરતઃ કતારગામ વિસ્તારમાં આવેલા હાથી મંદિર રોડ પરની સર્જન સોસાયટીના મકાનમાં અજાણ્યા બે તસ્કરોએ ચોરી કરી હતી. તસ્કરો દાગીના રોકડ અને વિદેશી ચલણ સહિતની તિજોરી ઉઠાવી ગયા હતાં. પોલીસે 66,300ની મતાની ચોરીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બેડરૂમમાં કબાટની અંદર તિજોરી હતી

કતારગામ વિ્સતારમાં આવેલા લક્ષ્મીકાંત હાથી મંદિર રોડ પરની સર્જન સોસાયટીમાં ઘર નંબર 33માં રહેતા જીતેન્દ્રભાઈ પ્રાગજીભાઈ પાનસુરીયા મૂળ રહે જસાપર તાલુકો જસદણના મકાનમાં તારીખ 28 ઓક્ટોબરના રાત્રે સવા બે વાગ્યાથી સાડા ત્રણ વચ્ચે ચોરીની ઘટના બની હતી.બે તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી ઘરના બેડરૂમના કબાટની અંદર ગોદરેજની તિજોરી જેની અંદર રૂપિયા 50 હજાર રોકડા તથા સોનાની નાની પેન્ડલ બુટી આશરી કિંમત રૂપિયા 6300ની મતાની તથા ફરિયાદીના પત્નીના બચતના રૂપિયા 10 હજાર રોકડાની ચોરી થઈ હતી....

ફોટો - http://v.duta.us/jl3hMQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/AcFchwAA

📲 Get Surat News on Whatsapp 💬