સુરત / વરાછાના ધરમનગર રોડ પર ભરાતી શાક માર્કેટમાં વેપારીઓને પાલિકા હેરાન કરતાં હોવાની વાતે હોબાળો

  |   Suratnews

શાકભાજી વેચતા વેપારીઓને પાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવતો હોવાના આક્ષેપ

સુરતઃ વરાછા વિસ્તારમાં આવેલા ધરમનગર રોડ પર ભરાજી શાકભાજી માર્કેટના વેપારીઓએ હબાળો મચાવ્યો હતો. પાલિકાના કર્મચારીઓ દ્વારા શાકભાજીના વેપારીઓને હેરાનગતિ કરવામાં આવતી હોવાના નામે હોબાળો મચ્યો હતો. શાકભાજીના વેપારીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, પાલિકાના કર્મચારીઓ મનમાની કરીને દંડ ફટકારે છે સાથે જ શાકભાજી પણ લઈ જાય છે જે બાદમાં હોટલ સંચાલકોને આપીને રોકડી કરી લેવામાં આવતી હોવાનું પણ આક્ષેપ સાથે શાકભાજી વેચનારાઓએ કહ્યું હતું.

કાર્ડ ધારકોને પણ દંડ

શાકભાજીના વેપારીઓએ જણાવ્યું હતું કે, શાકભાજી વેચવા માટે અગાઉ કાર્ડ આપવામાં આવ્યાં હતાં. આ કાર્ડધારકોને પણ પાલિકાના કર્મચારીઓ દ્વારા 100 રૂપિયાના દંડની રસિદો ફટકારવામાં આવી છે. વેપારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે, દંડ કરવા છતાં માર્કેટમાંથી પાલિકા દ્વારા શાકભાજી ભરી જઈને મનમાની કરવામાં આવી રહી છે. જેથી તેઓએ વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી રહી છે.

ફોટો - http://v.duta.us/bDa8EAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/EEg6nAAA

📲 Get Surat News on Whatsapp 💬