સુરેન્દ્રનગરના અનેક વોર્ડમાં સફાઈના અભાવે ગંદકી ફેલાતા કલેકટરને રજૂઆત

  |   Surendranagarnews

સુરેન્દ્રનગર, તા. 14 નવેમ્બર 2019, ગુરુવાર

સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે પરંતુ શહેરના અનેક વોર્ડમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ ન મળતાં હાલાકી પડી રહી છે જે અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં સ્થાનિક રહિશો સહિત સીનીયર સીટીઝનોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે અંગે સીનીયર સીટીઝન અશોકભાઈ પારેખ દ્વારા જિલ્લા કલેકટરમાં લેખીત રજુઆત કરવામાં આવી હતી તેમજ પાલીકાને સુપર સીડ કરવાની માંગ પણ કરી હતી.

સુરેન્દ્રનગર પાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં રોડ, રસ્તા, સફાઈ, લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. ત્યારે શહેરનાં અમુક વોર્ડમાં નિયમીત સફાઈના અભાવે ઠેરઠેર કચરો અને ગંદકીના ઢગ જોવા મળી રહ્યાં છે જેમાં વોર્ડ નં.૩માં આવેલ પતરાવાળી ચોકથી પરમારના બંગલા તરફના મુખ્ય રસ્તા પર રોડની સાઈડમાં કચરાનો નિકાલ કરવામાં આવતાં આસપાસના વેપારીઓ અને દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે....

ફોટો - http://v.duta.us/K9NHtQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/ZBXOdAAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬