સર્વરમાં એરરથી 12 લાખને રેશનિંગનું અનાજ ન મળ્યું

  |   Ahmedabadnews

પુરવઠા વિભાગે ઓનલાઇન કામગીરી અને બારકોડ સિસ્ટમ માટે 600 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. પરંતુ એક મહિનો સર્વર ચાલતુ જ નહીં હોવાનો આક્ષેપ દુકાનદારો કર્યો છે. સસ્તા અનાજની દુકાન ધરાવતા માલિકોએ કહ્યું કે હાલ તો 99999 નંબરની એરરથી સર્વર આખો દિવસ રહે છે બંધ અને સાંજે અચાનક ગાયબ થઇ જાય છે. જેના કારણે 12 લાખ કાર્ડધારકોને સીધી અસર થઇ રહી છે.

દુકાન માલિકોના જણાવ્યા મુજબ સોમવારથી લઇ ગુરૂવાર સુધીમાં ત્રણ દિવસ સર્વર બંધ રહ્યું હતું. સર્વરમાં 99999 નંબરની એરર આવે છે. એરર અંગે ઉચ્ચકક્ષાએ ધ્યાન દોર્યુ છે. પરંતુ હજી સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. એરરને કારણે રેશનકાર્ડધારકો રેશનિંગનો જથ્થો મેળવી શકતા નથી. સાંજે પાંચ વાગ્યા પછી એરર ગાયબ થઇ જાય છે. જોકે આ પછી રેશનકાર્ડધારકો આવતા નથી. સમગ્ર રાજ્યમાં આ સમસ્યા ઊભી થઇ હોવા છતાં સરકાર દ્વારા કોઇ ગંભીરતા દાખવામાં આવતી નથી. લોકોની સમસ્યાના નિવારવાના બદલે સરકાર ઉત્સવોમાં વ્યસ્ત હોવાનો દુકાનમાલિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. પુરવઠા વિભાગના અધિકારીઓ કહે છેકે એરરનું નિરાકરણ થઇ જશે. હાલ કોઇ ગંભીરતા દેખાતી નથી. શુક્રવાર સુધીમાં નિકાલ થઇ જશે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/UvmLywAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬