સૌરાષ્ટ્રમાં અડધાથી ત્રણ ઇંચ વરસાદ

  |   Kutchhnews

રાજકોટ, જામનગર, ભુજ, જૂનાગઢ | રાજકોટ જિલ્લામાં ગુરુવારે ફરી માવઠુ વરસ્યું હતુ. જેમાં ધોરાજીમાં બપોરે ત્રણ કલાકે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ધોધમાર વરસતા માત્ર બે કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. ભાયાવદરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જામ-કંડોરણા પંથકમાં પણ અડધો ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો.જસદણમાં ઝાપટું પડી જતાં નવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની ખુલ્લા પટમાં પડેલી મગફળીનો મોટો જથ્થો પલળી ગયો હતો.

માળિયામાં 3 ઈંચ, હાલારમાં 1 ઇંચ વરસાદ, મોરબીમાં વીજળી પડતાં મહિલાને ઈજા

હાલારમાં પુન: અડધાથી 1 ઇંચ કમોસમી વરસાદથી પાકને નુકસાનીની ભીતિથી ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. લાલપુરમાં ધોધમાર એક ઇંચ વરસાદ વરસ્યો હતો.જયારે જામનગર,ખંભાળિયા,કાલાવડ અને ધ્રોલમાં હળવા ભારે ઝાપટા પડયા હતાં....

ફોટો - http://v.duta.us/YIR15AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/VuHspwAA

📲 Get Kutchh News on Whatsapp 💬