સૌરાષ્ટ્રમાં કરા સાથે માવઠાનો કહેર યથાવત્ઃ અર્ધાથી ચાર ઈંચ વરસાદ

  |   Gujaratnews

। રાજકોટ ।

સૌરાષ્ટ્રમાં ચોમાસુ જાણે પૂરું થવાનુ નામ ના લેતુ હોય તેમ ગુરુવારે કરા સાથે અર્ધાથી ચાર ઈંચ વરસાદ પડયો હતો. કલાણા ૪, ધોરાજી, ગુંદાસરી, ઢાંક ર, મોટીમારડ ૧।, ધ્રાફા , લાલપુર ૧ ઈંચ વરસાદ પડયો હતો. વરસાદથી મગફળી, કપાસ, ઘઉં, ચણા, બાજરી સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના કલાણામાં કરા સાથે ૪ ઈંચ વરસાદ પડયો હતો. ધોરાજીમાં દોઢ કલાકમાં બે ઈંચ, જામકંડોરણાના ગુંદાસરીમાં કરા સાથે બે ઈંચ, જામકંડોરણામાં ઝાપટુ પડયુ હતુ. મોટી પાનેલીમા ધોધમાર વરસાદ પડયો હતો.મોટીમારડ વિસ્તારમાં કરા સાથે દોઢ કલાકમાં સવા ઈંચ વરસાદ પડયો હતો.ઢાંકમાં વીજળીના કડાકા ભડાકા સાથે અડધા કલાકમાં બે ઈચ વરસાદ પડયો હતો.જૂનાગઢ શહેરમાં પડેલા વરસાદથી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલ ૫૦૦ ગુણી જેટલી મગફ્ળીનો જથ્થો પલળી ગયો હતો. વંથલીના ડુંગરી, શાપુર, નરેડીમાં કરા સાથે વરસાદ પડયો હતો....

ફોટો - http://v.duta.us/MVgMzgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/mO4tXgAA

📲 Get gujaratnews on Whatsapp 💬