હળવદના માલણીયાદમાં 21 ઘેટાનાં શંકાસ્પદ મોત થતાં તંત્રમાં દોડધામ

  |   Surendranagarnews

હળવદ, તા. 14 નવેમ્બર 2019, ગુરુવાર

કુદરતના કહેરથી ખેડૂતો સાથે માલધારીઓ પણ પાયમાલ થયા છે જેમાં તાલુકાના માલણીયાદ ગામે ગત મોડી રાત્રે પડેલા કડાકા ભડાકા સાથે વરસાદના પગલે ૨૧ ઘેટાના મોત થયા હતા જ્યારે ઘટનાને પગલે ટીડીઓ, પશુ ચિકિત્સકની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અતિવૃષ્ટિએ ખેડૂતોના ઊભાં પાકમાં રીતસરની તારાજી વેરીને પાયમાલ કર્યા છે તો બીજી બાજુ, માલધારીઓ પર પણ જાણે કુદરત રૂઠી ગયો હોય તેમ મોડી રાત્રે વરસેલા કડાકા ભડાકા સાથે વરસાદના કારણે માલણીયાદના માલધારી સીંધાભાઇ વાસાભાઇ ખીટના ૨૧ ઘેટાના મોત થયા હતાં જેમાં મોડી રાત્રે વરસેલા બરફના કરા સાથે ખેડૂતોને નુકસાન થયું છે પરંતુ હવે માલધારીઓ પર પણ માથે ઓઢીને રોવે તેવી સ્થિતિ સર્જાઇ છે તો બીજી બાજુ ઘટનાને પગલે તાલુકા વિકાસ અધિકારી સાથે પશુ ચિકિત્સક સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ઘેટાના સેમ્પલ લઇને પીએમ માટે કામગીરી હાથ ધરી હતી....

ફોટો - http://v.duta.us/JxNc-AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/YhMjKgAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬