હળવદ તાલુકાના સુરવદર ગામનાં ખેડૂતોને નુકસાનીનું 100 ટકા વળતર ચૂકવો

  |   Surendranagarnews

હળવદ તા. 14 નવેમ્બર 2019, ગુરુવાર

હળવદ પંથકમાં ઓણસાલ ચોમાસુ વિદાય લેવાનું નામ જ ન લેતું હોય તેમ કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હળવદ પંથકમાં કમોસમી વરસાદને કારણે મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતો સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે.

આજે હળવદ તાલુકા ભાજપ મંત્રી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી તાલુકાના સુરવદર ગામે વરસાદને કારણે સો ટકા પાક નિષ્ફળ ગયો છે જેથી રાજ્ય સરકાર દ્વારાવહેલી તકે સહાય ચુકવવામાં આવે તેની માંગ કરાઇ છે.

કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે જે થોડો ઘણો પાક બચ્યો હતો તે પણ સુકાઇ ગયો છે તેવામાં ખેડૂતો રાજ્ય સરકાર સામે દેખાવો કરી વળતરની માગણી કરી રહ્યા છે ત્યારે આજે હળવદ તાલુકા ભાજપ મંત્રી નયન પટેલએ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે હળવદ તાલુકાના સુરવદર ગામે મોસમનો ૫૦ ઈંચથી વધુ વરસાદ પડયો છે જેથી ખેડૂતો તેમજ ખેતમજુરો અને પશુપાલકોને ભારે નુકસાન થવા પામી છે....

ફોટો - http://v.duta.us/ca7lRAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/Ln_UFgAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬