10 વર્ષમાં જ આજવાની ત્રીજી લાઇનનો આકાર બદલાઇ ગયો

  |   Vadodaranews

આજવાથી શહેર તરફ આવતી પાણીની ત્રીજી લાઇનમાં દસ વર્ષમાં જ પડેલા ભંગાણના પરિણામે તેનો આકાર બદલાઇ ગયો છે અને તેના કારણે દક્ષિણ વિસ્તારને પાણીનો ગંભીર પ્રશ્ન ભોગવવો પડી રહ્યો છે.

ગાયકવાડી જમાનામાં આજવા જળાશય બનાવવામાં આવ્યું હતુ અને તેની પહેલી લાઇન 125 વર્ષે અડીખમ છે. આ લાઇન બાદ બીજી લાઇન નાંખવામાં આવી હતી અને શહેરનો વ્યાપ વધતાં 10 વર્ષ પહેલા ત્રીજી લાઇન 1500 મીમીની નાંખવામાં આવી હતી. પરંતુ આ પાઇપ લાઇનનું કામ મંજુરી માટે મૂકાયુ ત્યારથી જ વિવાદમાં મૂકાયુ હતુ અને તેનું પરિણામ દક્ષિણ વિસ્તાર ભોગવી રહ્યું છે.આ પ્રોજેકટનો ડીપીઆર બનાવાયો ત્યારે જ એમએસની પાઇપ નાંખવી તેવો ઉલ્લેખ કરાયો હતો પરંતુ ત્યારબાદ એમએસના બદલે સીડબલ્યુએસસી પ્રકારની પાઇપ નાંખવાનું મંજુર કરીને ભાવપત્ર મંગાવ્યા હતા. જોકે, માત્ર આઠ વર્ષમાં જ આ પાઇપલાઇનની ગુણવત્તાની બીજી બાજુ સપાટી પર આવી હતી અને ઠેક ઠેકાણે લીકેજ થયા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/TScMBwAA

📲 Get Vadodara News on Whatsapp 💬