31 માર્ચ સુધી જીએસટીના વાર્ષિક રિટર્ન ભરી શકાશે

  |   Ahmedabadnews

અમદાવાદ | જીએસટીઆર-9 અને 9સી રિટર્ન ભરવાની મુદત વધારીને 31 ડિસેમ્બર જ્યારે 2018-19ના વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની મુદત 31 માર્ચ 2020 કરી છે. સરકારે એચએસએન કોડની કોલમ દૂર કરતાં કરદાતાઓને મોટી રાહત થઇ છે.

રિટર્નમાં HSNની વિગતો આપવાની કોલમ દૂર

સરકારે જીએસટીઆર-9 અને જીએસટીઆર-9સી ઓડિટ રિપોર્ટ 2017-18 ભરવાની મુદત 31 ડિસેમ્બર સુધી લંબાવી છે. 23મી જીએસટી કાઉન્સિલની મિટિંગમાં જાહેરાત કરી હતી કે કરદાતાને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને જીએસટીઆર-9 અને 9સી ફોર્મમાં સરળીકરણ કરવામાં આવશે. પરંતુ તેની મુદત નજીક આવવા છતાં તેમાં સરકારે કોઇ ફેરફાર કર્યા ન હોતા. સરકારે ગુરુવારે જીએસટીઆર-9 રિટર્નમાં આઇટીસીની આપવી પડતી જુદી જુદી વિગતો અને ઇનપુટ આઉટપુટ એચએસએનની વિગતોનું કોલમ રદ કરવાનું જાહેર કર્યું છે. આમ કરદાતાને વર્ષ 2017-18 અને 2018-19માં આ વિગતો આપવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/SylrlQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬