Ngoના પ્રયાસોથી અંત્યોદય કાર્ડ મળતાં કાર્ડ ધારકોના ચહેરા પર ખુશીઓની ચમક

  |   Palanpurnews

પાલનપુરમાં ડીસા હાઇવે પર તિરુપતિ સોસાયટી નજીક ખુલ્લામાં ઝુંપડામાં રહેતા 40 કુટુંબો 15 વરસથી એપીએલ કાર્ડ ધરાવતા હતા. જેમને વિચરતા સમુદાય સમર્થન મંચ એનજીઓના પ્રયાસોથી પ્રથમવાર અંત્યોદય કાર્ડ મળતા કાર્ડ ધારકોમાં ખુશી વ્યાપી હતી.

વિચરતીજાતીઓનાં પડતર પ્રશ્નો માટે કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને મિટીંગ યોજાઇ હતી. બનાસકાંઠા જીલ્લાનાં ઘણા સમયથી વિચરતી વિમુકતજાતીઓનાં રહેણાંક પ્લોટ, રેશનકાર્ડ, પીવાના પાણી, વિજળી વગેરે પ્રશ્નો માટે વિચરતા સમુદાય સમર્થન મંચે રજુઆતના સંદર્ભમાં બનાસકાંઠા કલેક્ટર સંદિપ સાંગલેએ જિ.પ્રાંત અધિકારીઓ અને અલગ વિભાગનાં અધિકારીઓ સાથે મિટીંગ લઇ નિકાલ કરવા તત્પરતા દાખવી હતી.જેમાં સંસ્થાનાં સચિવ મિતલબેન પટેલ, બનાસકાંઠા સંયોજક નારણ રાવળ હાજર રહ્યા હતા.

પાલનપુરમાં ખુલ્લામાં ઝુંપડામાં રહેતા 40 કુટુંબો 15 વરસથી એપીએલ કાર્ડ ધરાવતા હતા. એનજીઓના પ્રયાસોથી પ્રથમવાર અંત્યોદય કાર્ડ મળ્યા હતા.

ફોટો - http://v.duta.us/g_-4ggAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/5edQsAAA

📲 Get Palanpur News on Whatsapp 💬