સાંતલપુર / બાબરા નજીક રોઝ અથડાતાં બોલેરો પલટી મારતાં એકનું મોત,ચાર ઘાયલ
પાટણઃ સાંતલપુર તાલુકાના બાબરાગામ નજીક હાઇવે પર મજુર ભરીને જઇ રહેલી બોલેરો જીપ ગાડીને રોઝ અથડાતા ગાડી પલ્ટી મારી ગઇ હતી તે સવાર 10 મજુરોમાંથી 4 ઇજાઓ થઇ હતી જયારે એક યુવાન મજુરનુ કમકમાટી ભર્યુ મોત થયુ હતુ.
સાંતલપુર તાલુકાના કુંદરા ગામથી બોલેરો જીપ સવાર થઇને કડીયાકામ અર્થે 10 મજુરો આડેસર જઇ રહ્યા હતા તે ગુરૂવારે સવારે 7 કલાક અરસામાં બાબરા ગામ નજીક હાઇવે પર રોઝ બોલેરો ગાડી સાથે અથડાતા બોલેરો પલટી મારીને ઉભી થઇ હતી. જીપમાં સવાર ગોપાલભાઇ ભલાભાઇને ગંભીર ઇજાઓ થતા મોત થયુ હતુ.જ્યારે રાકેશભાઇ, ઓમસિંહ, દશરથભાઇ, દશરથભાઇ પ્રભાતસિંહ માલીવાડા નાની મોટી ઇજાઓ થઇ હતી. આ અંગે અનુપસિંહ અભેસિંહ માલીવાડાએ સાંતલપુર પોલીસ મથકે બોલેરો જીપના ચાલક દિનેશભાઇ શત્રસિંહ માલીવાડ સામે ફરિયાદ નોંધાવી હતી.
ફોટો - http://v.duta.us/hboLNQAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/ai95aAAA