[gujarat] - અમદાવાદીઓ આનંદો: પાંચ કરોડના ખર્ચે ટૂંક સમયમાં આ રોડ બનશે ‘હેપ્પી સ્ટ્રીટ’

  |   Gujaratnews

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના નવરંગપુરા વોર્ડમાં લો-ગાર્ડન ચાર રસ્તાથી એનસીસી સર્કલ સુધીના રોડનો હેપ્પી સ્ટ્રીટ તરીકે વિકાસ કરવાની દરખાસ્તને મંજૂર કરાઈ હતી. તેના માટે અમદાવાદ મ્યુનિ. દ્વારા રૂ.5.35 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ.એ સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે, શહેરના લો-ગાર્ડન ચાર રસ્તાથી એનસીસી સર્કલ સુધીના રોડને હેપ્પી સ્ટ્રીટ તરીકે ડેવલપ કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરાઇ હતી.

તેમણે રોડનું નવેસરથી પ્લાનિંગ કરી રિફ્રર્બીશમેન્ટ કરવાનું ટેન્ડર કર્યું હતું. જેમાં રૂ.4.25 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો અને ટેન્ડર કરાયું હતુ. જેમાં 4.25 કરોડના ખર્ચ સામે સિંગલ ટેન્ડર આવ્યું હતુ. જેથી ટેન્ડર રદ કરી નવેસરથી ટેન્ડર કરાયું હતુ. જેમાં બે બીડરોએ બીડ ભરી હતી....

ફોટો - http://v.duta.us/hKpSzgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/bVCH3gAA

📲 Get gujaratnews on Whatsapp 💬