[gujarat] - અમદાવાદ: સ્કૂલને નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવવી પડી મોંઘી, વાલીઓને લાખો રૂપિયા કરવા પડશે પરત

  |   Gujaratnews

ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા સેલ્ફ ફાયનાન્સ્ડ થલતેજની ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનની ફી જાહેર કરાઈ છે. સ્કૂલની ફી વધારાની ઈચ્છા અધૂરી રહી છે. તેમ છતાં કમિટીએ ફી નક્કી કરીને જાહેર કરી તે પૂર્વે સ્કૂલે ફી ઉઘરાવી લીધી હોવાના કારણે હવે ઝેબર સ્કૂલે વાલીઓને લાખો રૂપિયા પરત કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ફી રેગ્યુલેટરી કમિટી સામાન્ય રીતે સ્કૂલો માગે તેટલો ફી વધારો આપી દે છે. તેના કારણે હેરાન થવાનું વાલીઓના ભાગે આવે છે. ટેકનિકલ કોલેજો કે સ્કૂલની ફી કમિટી માત્ર ફી વધારાને મંજૂરી આપવાનું જ કાર્ય કરતી હોવાની વાલીઓમાં દ્દઢપણે છાપ છે.

ફી કમિટી પાસે ઝેબર સ્કૂલે પ્રિ-પ્રાયમરી સેકશન માટે 2017-18ના વર્ષ માટે રૂ.75,૦૦૦, 2018-19ના વર્ષ માટે રૂ.85,૦૦૦ની ફી માગી હતી. કમિટીએ 2017-18ના વર્ષ માટે પ્રોવિઝનલી ફી રૂ.45,૦૦૦, 2018-19 માટે રૂ.47,250 નક્કી કરી હતી. ફાઈનલ ફી પણ પ્રોવિઝનલ પ્રમાણે નક્કી થઈ છે. સ્કૂલે રૂ.5૦,૦૦૦ની ફી ઉઘરાવી હોય રૂ.2,75૦ વિદ્યાર્થી દીઠ ફી પરત કરવી પડશે....

ફોટો - http://v.duta.us/lmwRjAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/MwRZ_gAA

📲 Get gujaratnews on Whatsapp 💬