[gujarat] - આભમાંથી ઉતર્યા હોય એમ ગુજરાતનાં MLA માટે સરકારની તિજોરી મૂકાઇ ખુલ્લી

  |   Gujaratnews

ગુજરાતમાં ભાજપ- કોંગ્રેસના ધારાસભ્યોએ એકબીજાના મેળાપીપણામાં પહેલા તો પગાર-ભથ્થા વધારી લીધા અને હવે પ્રાઈવેટ હોસ્પિટલમાં પોતાના પરિવારના સભ્યની સારવારનું બીલ રૂ.15 લાખથી વધારે હોય તેવા કિસ્સામાં વિધાનસભા સચિવને તત્કાળ રૂ.15 લાખ ચૂકવવા આરોગ્ય વિભાગે આદેશો કર્યા છે.

સરકારમાંથી એક રૃપિયો પણ મંજૂર કરાવવો હોય તો કર્મચારી અને સામાન્ય નાગરીક માટે પાદર્શકતાને નામે કારણો, ખર્ચના બિલો, તેના વેલ્યુએશનના પ્રમાણો સાથે નાણામંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી મહિનાઓ સુધી ફાઈલો અટવાયેલી રહે છે. પરંતુ, વીવીઆઈપી માટે નાગરીકોનો ટેક્સ જમા થાય છે તે સરકારની તિજોરી ખુલ્લી મુકાય છે. તેના વધુ એક ઉદાહરણથી સ્વઘોષિત પદર્શક ભાજપ સરકારનો દાવો પોકળ નિકળ્યો છે.

આરોગ્ય વિભાગે ધારાસભ્યો અને તેમના પરીવારના મેડિકલ ખર્ચ સંદર્ભે વર્ષ 2016ની નીતિ રદ્દ કરી તાજેતરમાં નવો ઠરાવ પ્રસિધ્ધ કર્યો છે. જેમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં રૂ.15 લાખથી વધુ સારવાર ખર્ચને રિએમ્બર્સ કરવા માટે નવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. જેમાં પ્રાઈવેટ હોસ્પિટલના અધિકૃત ડોક્ટરની સહી સાથેનું બિલ ચીફ ડિસ્ટ્રીક્ટ મેડિકલ ઓફિસર પ્રમાણ કરે એટલે તુરંત જ વિધાનસભાના સચિવ દ્વારા રૃ.૧૫ લાખની તત્કાળ અસરથી ધારાસભ્યને ચૂકવે તેવી ગોઠવણ કરી દેવાઈ છે. એટલુ જ નહી, નવી વ્યવસ્થામાં તો રૃ.૧૫ લાખ ચૂકવાઈ ગયા પછી જેટલો પણ ખર્ચ થયો હોય તેની એક સાથે દરખાસ્ત કરવા કહેવાયુ છે. આ દરખાસ્તની ફાઈલને સચિવ, અધિક મુખ્ય સચિવથી લઈને આરોગ્યમંત્રી અને મુખ્યમંત્રી સ્તરેથી મંજૂરી મળશે....

ફોટો - http://v.duta.us/g85yWgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/o-nLAQAA

📲 Get gujaratnews on Whatsapp 💬