[gujarat] - મહિસાગર જિલ્લામાં ફરી દેખાયા વાધ, 3 બકરાંનું કર્યું મારણ

  |   Gujaratnews

મહીસાગર ગઢમાં આજે ફરી વાઘ દેખાયા છે. આ પહેલા ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ વાધ દેખાયા હતા. રિપોર્ટ મુજબ મહિસાગર જિલ્લાના સરહદી વિસ્તારના બોરીયા ગામમાં 3 વાધ દેખાયા હોવાનું સ્થાનિકોએ દાવો કર્યો છે. તેમને કહ્યું કે શુક્રવારે બપોરે ગામના જંગલ વિસ્તારમાં ચારો ચરવા ગયેલા બકરાઓ પર વાઘ ત્રાટકી 3 બકરાઓનું મારણ કરી મિજબાની કરી છે અને જંગલમાં નાસી છૂટયા છે. જોકે આ ખબર સાંભળીને આજુબાજુના વિસ્તાર સહીત મહીસાગર જીલ્લાના લોકોમાં ભય વધ્યો છે.

ઉપરાંત જંગલમાં બકરીઓ ચરાવવા ગયેલા ગોવાળે કહ્યું કે, આજે હું બકરીઓને ગામ નજીક જંગલમાં ચારો ચરાવવા ગયો હતો ત્યારે જંગલમાં પહોંચતા અચાનક ઝાડીઓમાંથી કઈંક અવાજ આવવા લાગ્યો અને પછી ઝાડીમાંથી 1 વાઘ અને 2 વાઘના બચ્ચાઓ બહાર આવ્યા અને બકરીઓના ટોળા પર હુમલો કર્યો. જેથી હું જીવ બચાવી ત્યાંથી નાસી છૂટ્યો હતો. વાઘ અને તેના પરિવારે 3 બકરાઓનું મારણ કર્યું હોવાનું ગોવાળે જણાવ્યું છે....

ફોટો - http://v.duta.us/awxpAQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/sXuNwwAA

📲 Get gujaratnews on Whatsapp 💬