[gujarat] - J&Kમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર, BJPનાં તમામ કાર્યક્રમો રદ

  |   Gujaratnews

પુલવામામાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IBના એલર્ટ બાદ સુરક્ષાના ભાગરૂપે ચેકિંગ શરૂ કરાયું છે. જેમાં રાજ્યભરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તપાસ શરૂ કરાઇ છે. તેમજ પોલીસ, ડૉગ સ્ક્વોર્ડ, બોમ્બ સ્ક્વોર્ડ દ્ગારા તપાસ થઇ રહી છે. રેલવે સ્ટેશન, મોલ મલ્ટીપ્લેક્સ સહિત તમામ સ્થળોએ ચેકિંગ તથા પોલીસ દ્ગારા વાહનો રોકીને તપાસ હાથ ઘરાઇ છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFના જવાનો ઉપર આતંકવાદીઓએ આત્મઘાતી હુમલોનાં પગલે ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના તમામ મુખ્યમાર્ગો પર નાકાબંધી કરીને વાહનોની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત એરપોર્ટ, એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશનો, પવિત્ર યાત્રાધામો અને દરિયાઇ માર્ગો પર પણ સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. રાજ્યભરનાં તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે....

ફોટો - http://v.duta.us/KAiCjwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/vioZ8gAA

📲 Get gujaratnews on Whatsapp 💬