[gujarat] - અમદાવાદ બન્યું ‘ઝેરીલુ દિલ્હી’, પ્રદૂષણ પહોંચ્યું ભયજનક સપાટીએ

  |   Gujaratnews

અમદાવાદમાં વધતુ જતુ પ્રદૂષણ અમદાવાદીઓ માટે ચિંતાનું કારણ બન્યું છે. અમદાવાદનાં ઇતિહાસમાં પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચ્યુ છે. શહેરમાં પ્રદૂષણનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ 309 નોંધાયો છે. એક તરફ દિલ્હીમાં પ્રદૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ હવે તેની હરોળમાં આવી ગયું છે. વધતા પ્રદૂષણનાં કારણે લોકોને શ્વાસ અને દમની બીમારીઓ થઇ શકે છે. સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં છેલ્લા 24 કલાકમાં 114 આંકનો ભયજનક વધારો થયો. આવી ગંભીર સ્થિતિમાં એએમસી હેલ્થ એડવાઇઝરી જાહેર કરવાનુ ચૂકી ગઇ. અગાઉ એર ક્વોલિટી ઇન્ડેક્સ 350 હતો ત્યારે હેલ્થ એડવાઇઝરી બહાર પાડી હતી.

આગામી બે દિવસ આવી સ્થિતિ રહેવાની શક્યતા છે. શહેરમાં વધી રહેલા વાહનો, તેમજ ગેરકાયદે ધમધમતી ફેક્ટરીઓનાં ધૂમાડાને લીધે પ્રદૂષણમાં સતત વધારો થયો છે. તો બીજી તરફ હવામાં પ્રદુષણ વધી રહ્યું છે તેથી પર્યાવરણ પ્રેમીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ડેવલોપમેન્ટનાં નામે વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે, પરંતુ તેની સામે વૃક્ષ ઊગાડવામાં આવતા નથી જેના કારણે પ્રદૂષણમાં રાહત મળતી નથી અને લોકોને નુકસાન ભોગવવું પડે છે....

ફોટો - http://v.duta.us/_BM0TgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ISlSpgAA

📲 Get gujaratnews on Whatsapp 💬