[gujarat] - કોંગ્રેસની ‘આશા’ હવે ભાજપની, 1100 કાર્યકરોએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો

  |   Gujaratnews

આજે પાટણ ખાતે ક્લસ્ટર સંમેલન યોજાયું છે. આ સંમેલનમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટરના અધ્યક્ષ સ્થાને યોજાવાનું હોવાથી તેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા એમ ત્રણેય જિલ્લાની લોકસભા બેઠકોના સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને શક્તિ કેન્દ્રોના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.

આ સંમેલનમાં ઉંઝા કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. તેમની સાથે ઉંઝા નગરપાલિકાના 15થી વધુ કોર્પોરેટર પણ કેસરિયો ધારણ કર્યો હતો. આશાબેન પટેલની સાથે તાલુકા પંચાયતના 10 સદસ્યો સહિત 1100 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

પાર્ટીમાં જોડાય તે પહેલા આશાબેને પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપ મારી યોગ્યતા જોઇ જે કામ આપશે તે હું પુરા ખંતથી કરીશ. પાર્ટીમાં મને લઇને જે નિર્ણય લેવાશે તે મારા માટે આખરી નિર્ણય હશે. તેમણે ઉમેર્યું હતું કે, હું ભાજપના સામાન્ય કાર્યકરની જેમ BJPમાં જોડાઈ છું. મેં રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિનભાઇ સાથે મુલાકાત કરીને મેં તેમના આર્શીવાદ લીધા હતા.

ફોટો - http://v.duta.us/lMGeNwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/MMQumAAA

📲 Get gujaratnews on Whatsapp 💬