[gujarat] - ગુજરાતની આ જગ્યાએ ચાલી રહ્યું છે PM મોદીની બાયોપિકનું શૂટિંગ, વિવેક ઓબેરૉયને જોવા ઉમટ્યા લોકો

  |   Gujaratnews

અભિનેતા વિવેક આનંદ ઓબેરૉયે સોમવારનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જીવન પર આધારિત ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મમાં વિવેક ઓબેરૉય પીએમ મોદીની ભૂમિકામાં જોવા મળશે. તેની સાથે ફિલ્મમાં બોમન ઈરાની અને દર્શન કુમાર જેવા સ્ટાર્સ પણ મહત્વની ભૂમિકા નીભાવશે. આ બાયોપિકમાં પીએમ મોદીની ચા વેચવાનાં સમયથી લઇને પીએમ બનવા સુધીની યાત્રા દર્શાવવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જીવનકથા પર આધારીત ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મનું શૂટીંગ કચ્છમાં શરૂ થયું છે. કચ્છનાં દરબારગઢ-પ્રાગમહેલ અને સફેદ રણ ખાતે આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે ભૂતકાળનાં સમયનાં નવનિર્માણ આંદોલનનાં કેટલાંક દ્રશ્યો ફિલ્માવાઈ રહ્યા છે. ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવી રહ્યો છે. વિવેક ઓબેરોયની ઝલક મેળવવા ચાહકો દરબારગઢ ઉમટી પડ્યા છે. ‘મેરી કોમ’ અને ‘સરબજીત’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરનારા ઓમંગકુમાર આ ફિલ્મનાં ડિરેક્ટર છે. કચ્છનાં સફેદ રણમાં પણ કેટલાંક દ્રશ્યો શૂટ કરાય તેવી સંભાવના છે....

ફોટો - http://v.duta.us/IXSjOQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/DddTOwAA

📲 Get gujaratnews on Whatsapp 💬