[gujarat] - ગુજરાતમાં 200 લોકોને લાલચ આપી કરાવાયું ધર્મપરિવર્તન, નોંધાઈ પહેલી ફરિયાદ

  |   Gujaratnews

છેવાડાનાં લોકોને લાલચ આપીને ધર્મપરિવર્તન કરાવવામાં આવતુ હોવાની વાતો ઘણીવાર સાંભળી હશે, પરંતુ હવે ગુજરાતમાં ધર્મ પરિવર્તન કરાયાની પહેલી ફરિયાદ નોંધાવવામાં આવી છે. નવસારીનાં ગણદેવીમાં ધર્મપરિવર્તન કરાવવાનાં લઇને એક પાદરી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. લાલચ આપીને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરવામાં આવતા ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે આરોપીઓએ 200 લોકોનું ધર્મપરિવર્તન કરાવ્યું હોવાનું કબૂલ્યું છે.

નવસારીમાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને લાલચ આપીને તેમનું ખ્રિસ્તિ ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતા જ ચકચાર મચી ગઇ હતી. આ મામલે ગુજરાતમાં નવસારીમાં પહેલી ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદનાં આધારે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પુછપરછ દરમિયાન બહાર આવ્યું છે કે આરોપીઓએ 200થી પણ લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધારે પુછપરછ થઇ રહી છે અને અન્ય ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે....

ફોટો - http://v.duta.us/FqU2fQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/srogwgAA

📲 Get gujaratnews on Whatsapp 💬