[gujarat] - ‘ચર્ચના ફાધર પાસેથી 350માં વાઈન ખરીદો’, વિવાદિત પોસ્ટથી ખ્રિસ્તી સમાજ લાલઘૂમ

  |   Gujaratnews

ચર્ચમાં ધાર્મિક વિધિ માટે ખ્રિસ્તી સમાજના ધર્મગુરુ એવા ફાધરને વાઈનની પરમિટ અપાતી હોય છે. જોકે દારૂબંધી વાળા ગાંધીના ગુજરાતમાં કેટલાક ફાધર અંદર ખાને રૂ. 350થી 400માં વાઈનની બોટલ વેચવાનો કારોબાર ચલાવી રહ્યા છે. આ મુદ્દો હવે દિવસેને દિવસે ગરમાઇ રહ્યો છે. હાલ ચાવડાપુરા ચર્ચના ફાધરની વિવાદિત પોસ્ટ સોસીયલ મીડીયામાં વાયરલ થઇ રહી છે. આ વિવાદિત પોસ્ટને લઇને ખ્રિસ્તી સમાજમાં ભારે રોષ ભભૂક્યો છે અને આ પોસ્ટ વાયરલ કરનાર વિરુદ્ધ આણંદ ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધાયો છે.

આ ઘટના મુદ્દે મળતી માહિતી પ્રમાણે, ચાવડાપુરા ચર્ચના ફાધરની વિવાદિત પોસ્ટ સોસીયલ મીડીયામાં હાલ ફરતી થઈ છે. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ચર્ચના ફાધર પાસેથી 350માં અલ્કોહોલ વાઈન ખરીદો. જેને લઇને થોડા દિવસ પહેલા હોહાપો થયો હતો. ત્યારબાદ આજે આ પોસ્ટ વાયરલ થતા ખ્રિસ્તી ધર્મ અને સમાજમાં રોષ જોવા મળ્યો છે. આ વિવાદિત પોસ્ટ અમદાવાદના મનોજ મેકવાન નામના શખ્સે વાયરલ કરી હોય તેવું ખૂલ્યું છે. જેને લઇને ખ્રિસ્તી સમાજે આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાંવ મનોજ મેકવાન નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે....

ફોટો - http://v.duta.us/80d9ZAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/vxrHLgAA

📲 Get gujaratnews on Whatsapp 💬