[gujarat] - ફિલ્મ ‘PM નરેન્દ્ર મોદી’ના શૂટિંગનો કાફલો ભુજ પહોંચ્યો, જોવા મળ્યા કોંગ્રેસ વિરુદ્ધ પોસ્ટર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. હાલ પીએમ મોદીના જીવન પર બની રહેલી ફિલ્મના શુટિંગ માટે કાફલો કચ્છમાં પહોંચ્યો છે. હાલ ફિલ્મના એક શોટનું શુટિંગ ભુજના પ્રાગમહેલમાં ચાલી રહ્યું છે. પ્રાગમહેલમાં ફિલ્મ શૂટિંગને લઈને તમામ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યાં એક મોટી મુસીબત આવીને સામે આવી ગઇ છે. સેટઅપ ચાલી રહયું છે.
પીએમ મોદીના ફિલ્મ શૂટિંગમાં કોંગ્રેસ વિરુદ્ધના પોસ્ટર જોવા મળ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘નહીં ચલેગી નહીં ચલેગી કોંગ્રેસની તાનાશાહી નહીં ચલેગી’ તેવા પોસ્ટર સાથે ફિલ્મ શૂટિંગ કરવામાં આવી રહી છે.
અગાઉ આ બાયોપિકના સેટ પરની એક તસવીર જાહેર કરવામાં આવી હતી, જેમાં નિર્માતા સંદીપ સિંહ, નિર્દેશક ઉમંગ કુમાર બી. અને વિવેક સેટ પર ક્લેપરબોર્ડ સાથે દેખાય છે. તમને જણાવી દઇએ કે, આ ફિલ્મમાં વિવેક વડાપ્રધાનના રોલમાં છે અને બમન ઇરાની તેમજ દર્શન કુમાર મહત્વના રોલમાં જોવા મળી રહ્યા છે. આ બાયોપિકમાં નરેન્દ્ર મોદીની ચા વેચવાથી માંડીને વડાપ્રધાન બનવા સુધીની યાત્રા દર્શાવવામાં આવી છે....
ફોટો - http://v.duta.us/T4H2mwAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/IKpYzgAA