[gujarat] - બોગસ ડોક્ટર શ્યામ રાજાણી કેસનું પગેરું પૂર્વ પત્ની સુધી પહોંચ્યું, કરિશ્માની ધરપકડ
રાજકોટમાં ખૂબ જ વિવાદિત રહેલા બોગસ ડોક્ટર શ્યામ રાજાણીના કેસમાં હવે બોગસ ડોક્ટરની પૂર્વ પત્ની કરિશ્માની ધરપકડ કરી લેવામાં આવી છે. રાજકોટના બોગસ ડોક્ટરની પૂર્વ પત્ની કરિશ્મા છેલ્લા ઘણા સમયથી બેંગલુરુમાં એકલી રહેતી હતી. તમને જણાવી દઇએ કે, શ્યામ રાજાણીની હોસ્પિટલમાં તપાસ કરતા તેમાંથી સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં ડોક્ટરની પૂર્વ પત્નીની ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. આ મામલે જિલ્લા આરોગ્ય શાખાના અધિકારીઓએ પોલીસ ફરિયાદ કરી હતી.
બોગસ ડોક્ટર શ્યામ રાજાણીના કેસમાં ડોક્ટરની પૂર્વ પત્ની કરિશ્મા વિશે વાત કરીએ તો, ડોક્ટરની પૂર્વ પત્ની કરિશ્મા 2016ના વર્ષમાં મહાનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ પર ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતી હતી. તે દરમિયાન સરકારી દવા રાખવાના વેરહાઉસમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ મામલે બોગસ ડોક્ટર શ્યામ રાજાણીના પિતાની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવી શકે છે....
ફોટો - http://v.duta.us/x5WKhwAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tm3s-gAA