[gujarat] - બનાસકાંઠા: વકીલે પોતાની ઑફિસમાં જ મોતને વ્હાલુ કરતા ચકચાર

  |   Gujaratnews

બનાસકાંઠાનાં ધાનેરામાં વકીલે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ફાલ્ગુન સોમદત્ત રાજગોર નામના વકીલે પોતાની ઑફિસમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ફાલ્ગુન રાજગોર નામનાં વ્યક્તિની ઑફિસ ધાનેરા પોલીસ સ્ટેશનની પાછળ જ આવેલી છે.

તેમણે કેમ આત્મહત્યા કરી તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટના અંગે લોકોને જાણ થતા તેમણે પોલીને બોલાવી હતી. બનાસકાંઠામાં એક પછી એક એમ બે આત્મહત્યાનાં બનાવ બન્યા છે. બીજી ઘટનામાં ડીસાનાં રસાણા ગામે અજાણી મહિલાની લાશ મળી આવી હતી.

અહીં આવેલી રોચક પલ્સ મિલ્સની બાજુમાં વેસ્ટેજ પાણીમાં મહિલાની કોહવાયેલી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ તાબડતોડ દોડી આવી હતી અને આ હત્યા છે કે આત્મહત્યાની તેની તપાસ શરૂ કરી હતી. ડીસા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં છેલ્લા 3 દિવસમાં 3 જગ્યાએથી લાશ મળી આવતા સૌ કોઇ સ્તબ્ધ છે. તો બીજી તરફ જિલ્લામાં આવી ઘટનાઓ વધતા લોકોમાં ચિંતાનો માહોલ છે.

ફોટો - http://v.duta.us/pfXsRwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/CFO3swAA

📲 Get gujaratnews on Whatsapp 💬