[vadodara] - વડોદરાના માંજલપુર વિસ્તારમાં નળમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષ

  |   Vadodaranews

વડોદરાઃ શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી ડોનબોસ્કો સ્કૂલ નજીકના કબીર કૉમ્પ્લેક્સ અને આસપાસના વિસ્તારની સોસાયટીના રહીશો પીવાના પાણીના ત્રાસથી ત્રાસી ગયા છે. લગભગ ૫૦૦ જેટલા મકાનોમાં એટલી હદે દૂષિત પાણી આવી રહ્યું છે કે કદાચ પાણીની લાઇનો પણ ચોકઅપ થઇ જશે. પાલિકાના પાણીનો નળ ખોલીએ એટલે કીચડના રગડા જેવું પાણી બાહર આવે છે. જે પાણી પીવા માટે તો શું હાથ ધોવા માટે પણ યોગ્ય નથી.

રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત

છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યા છે. સ્થાનિક વોર્ડ ઓફિસમાં આ બાબતે રજૂઆત કરવા રહીશો જાય છે. તો તેઓને કોઈ યોગ્ય જવાબ મળતો નથી. આવા સમયે પીવાનું પાણી લોકો ટેન્કર મારફતે મંગાવવા મજબૂર થયા છે. વિસ્તારના રહીશો ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવી રહ્યા છે. કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગે જણાવ્યું હતું કે, વિસ્તારમાંથી દૂષિત પાણીની ફરિયાદો મળી છે. અને વિસ્તારને કયા કારણોસર દૂષિત પાણી મળી રહ્યું છે. તે અંગે પાણીની લાઇનમાં તપાસ ચાલી રહી છે. વહેલી તકે પ્રશ્ન હલ થઇ જશે....

ફોટો - http://v.duta.us/pw_0egAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/HRpH2AAA

📲 Get Vadodara News on Whatsapp 💬