[ahmedabad] - પરીક્ષા / લોકસભા ચૂંટણીને લીધે ગુજકેટની પરીક્ષા 26 એપ્રિલે લેવાશે, હજુ JEE એડવાન્સની તારીખ બદલાશે

  |   Ahmedabadnews

અમદાવાદઃ ગઈકાલે જાહેર થયેલી લોકસભા ચૂંટણીની તારીખોને લઈ રાજ્યમાં લેવાનારી પરીક્ષાઓમા શેડ્યુલ બદલવાની ફરજ પડી છે. 23મી એપ્રિલે મતદાન હોવાથી ધો.12 પછી એન્જિનિયરીંગ અને મેડિકલમાં જવા માટે લેવાતી ગુજકેટની તારીખ બદલીને 26 એપ્રિલ કરાયી છે. આ ઉપરાંત IIT અને NITમાં જવા માટે લેવાતી JEEની પરીક્ષાની તારીખ પણ બદલવી પડશે

JEE એડવાન્સની પરીક્ષા 19 મેના રોજ યોજાવાની છે. જેમાં રાજ્યના હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જોકે ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન છે પરંતુ JEE એડવાન્સની પરીક્ષા રાષ્ટ્રીય સ્તરે લેવાતી હોવાથી 19મે ના રોજ અન્ય 8 રાજ્યમાં છેલ્લા સાતમાં તબક્કાનું મતદાન યોજાવાનું છે. આ પરીક્ષા સમગ્ર દેશમાં એક જ સમયે લેવાની હોય પરીક્ષાની તારીખ બદલવી પડશે.

ફોટો - http://v.duta.us/F0zqIQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/dWnOfAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬