[ahmedabad] - લોકસભા 2019 / ગુજરાત ભાજપના 26માંથી 10 સાંસદો રીપિટ થઇ શકે, 16 સાંસદોની ટીકીટ કપાઇ શકે

  |   Ahmedabadnews

અડવાણી અને વિઠલ રાદડિયા નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી નહીં લડે

પરેશ રાવલે ચૂંટણી લડવાની ના પાડી

2014ની માફક ફરીથી તમામ 26 બેઠકો જીતવા માટે ભાજપે શરૂ કરેલી કવાયત

અમદાવાદ: 2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો ત્યારે 2019ની ચૂંટણીમાં ભાજપના 26માંથી 16 સાંસદોને તેમની નિષ્ક્રિયતા

નબળી કામગીરી અને વિવાદના લીધે ફરીથી ટિકિટ નથી આપવાની દિશામાં ભાજપની કોર કમિટીની બેઠક દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયા અને ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણી નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી નહીં લડે. જ્યારે અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલે ચૂંટણી નહીં લડવા માટેનો નિર્ધાર હાઇકમાન્ડ સમક્ષ વ્યક્ત કરી દીધો છે.

ભાજપ કોર કમિટી દ્વારા પેનલ બનાવવાની કાર્યવાહી શરૂ: ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારો પસંદગીની પ્રક્રિયા ભાજપે છેલ્લા એક અઠવાડિયાથી શરૂ કરી છે જેમાં તમામ 26 બેઠકોના મતવિસ્તારમાં જઈને પક્ષના પ્રદેશ નેતાઓએ સેન્સ લીધી હતી ત્યારબાદ ઉમેદવારોની પસંદગી માટેની પેનલ બનાવવા માટેની કાર્યવાહી ગુજરાત ભાજપની કોર ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે....

ફોટો - http://v.duta.us/ln-xLAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/NKl1-wAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬