[rajkot] - વાયરલ / ગીરના જંગલમાં કેસૂડાનાં ઝાડ પર સિંહ ચડ્યો, મોદીએ ફોટો ટ્વીટ કરી લખ્યું,'Lovely picture!'

  |   Rajkotnews

મોદીએ ટ્વિટ કરી તસવીરની પ્રશંસા કરી

ગીર:ગીરનારના જંગલમાં કેસૂડાનાં ઝાડ પર ચઢેલા સિંહની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જે તસવીરો ફોરેસ્ટના એક અધિકારીએ તેના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ તસવીરો જોઈને પીએમ મોદીએ ટ્વિટર પર ટ્વિટ કરીને લખ્યું હતું કે, 'Majestic Gir Lion....Lovely picture!.'

સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ:મહત્વનું છે કે ફોરેસ્ટ ખાતાના અધિકારી પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં. ત્યારે તેમને આ નજારો જોયો હતો અને તેમના મોબાઈલમાં આ તસવીરો કેદ કરી લીધી હતી. સાથે જ એ અધિકારીએ જણાવ્યું હતું કે, 'મારા જીવનની આ એક દુર્લભ ઘટના કહેવાય કે જ્યારે મેં કેસૂડાનાં ઝાડ પર સિંહને ચઢતો જોયો અને હું તે ઘટનાનાં મારા મોબાઇલ કેમેરામાં કેદ કરી શક્યો.' હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે.

ફોટો - http://v.duta.us/YsYc5gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ypkv5wAA

📲 Get Rajkot News on Whatsapp 💬